Tuesday, 25 April 2017

ગઝલ

== પુસ્તક ==
પુસ્તકો બે ચાર સારાં રાખજે, બસ.
વાંચજે, બીજાને પણ વંચાવજે, બસ

એક લેખકના જીવનનું સંતરું છે,
મન મુજબ એને નીચોવી નાખજે, બસ.

વાણી-વર્તનનો ઉગે ત્યાં મોલ મબલખ,
નવવિચારોનું બિયારણ વાવજે, બસ.

આવવાની ના નથી કહેતું સરોવર,
છે શરત કે તું તરસ લઇ આવજે, બસ.

મોત પણ આનંદદાયક થઇ શકે છે,
કાનમાં છેલ્લે ગીતા સુણાવજે, બસ.

શબ્દ લય, સુર-તાલ છે, ને બહ્મ શાશ્વત,
તું તને પાના વચે પડઘાવજે, બસ.

ચાર પુસ્તક કરિયાવરમાં,’મંથન’,
ને કહે, બે ખોરડાં દિપાવજે, બસ.
== મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment