Tuesday, 25 April 2017

ગઝલ

પાર્થ થઈને ભાગવત ભણતો નથી.
એટલે આ સારથી ફળતો નથી.

છોડ આળસ નામનું તાવીજ આ;
કર્મને જો કોઈ ગ્રહ નડતો નથી.

કર્મ જેના હોય વિધાતા પછી;
એ હથેળી ભાગ્યને ધરતો નથી.

દૂર નિકળી તું  ગયો ક્યાં એકલો?
માર્ગ જો એ ઘર તરફ વળતો નથી.

દોષ તારા ખાય છે ચાડી હવે;
કર્મ કોઈ પુણ્યનું  કરતો નથી.

પાત્રતા તારી છે કુંદન જેટલી;
ફક્ત તું  પારસમણી અડતો નથી

હાર *સર્જક* હર કુરુક્ષેત્રે થશે;
જાત સાથે જે કદી લડતો નથી.

                             *-સર્જક*
___________________________
*(મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ)*

No comments:

Post a Comment