Tuesday, 25 April 2017

ગઝલ

રચના :- તરહી
હું અને તું

શક્યતાના દ્વાર છીએ હું અને તું,
'હા' 'ના' નો અધ્યાર છીએ હું અને તું


લાગણીના આમ સાગર રોજ ઠાલા ,
એ કિનારે  ખાર છીએ હું અને તું .

મનમાં જોબન રોજ ભીંજાયા કરે એ ,
નીરનો અાકાર છીએ હું અને તું

કયાં કદી આમે મળ્યા સંબંધ જાણી ,
અે અજાણ્યો વાર છીએ હું અને તું .

દર્દ સૌનું  લૂછતાં  ને ધાવ પોષીે ,
જગ ઊપર અવતાર છીએ હું અને તું .

       
       નીતા ટુંડાયા "નવલ "
       Date ; -22,4,2017.

No comments:

Post a Comment