Saturday, 29 April 2017

ગીત

આખેઆખુ ચોમાસું વયુ જાય ,
ને લોકો તોયે ના ભીંજાય ,
એને ચોમાસું કેમ સમજાય.

જળનો કાગળ છે ને જળની બનાવી છે હોડી,
બાથ ભરવા દરીયાવને નદીયુ એકસામટી દોડી,

સ્વીમિંગ્પૂલ મા ન્હાતા ન્હાતા લોકો બસ ફાસ્ટ્ફૂડ ખાય,
એને ચોમાસું કેમ સમજાય.

વાદળો એ પર્વતોના કાન મા એવુ તે શુ શુ કીધું?
હડી કાઢતાં પર્વતોએ ઝરણાંનું રૂપ લઇ લીધું.
નદીયુંની ખળખળ કોઈ'દી એમના બહેરાં કાને ના અથડાય,
એને ચોમાસું કેમ સમજાય .

વ્હાલપનું શમણું એની આંખોમાં અષાઢ થઇ ખુલે,
એક છોકરીની છાતીએ લથબથ ચોમાસું ઝૂલે,
વર્ષાની  દોમદોમ  મસ્તિભરી હેલીમાં અંતરથી  કોરું રહી જાય,
એને ચોમાસુ કેમ સમજાય..

શૈલેષ પંડ્યા

No comments:

Post a Comment