Saturday, 29 April 2017

ગઝલ

..........."ગઝલ"...........
______તો ઠીક છે_____

તું હા કહે તો ઠીક છે,
પણ ના કે એની બીક છે.

સલમાન ચાલે ને હું નૈં!
રગરગમાં મારા કીક છે.

આ વાત પણ ફૂટી જ કેમ?
અંદર જ કોઇક લીક છે.

પાણી અહીંથી આવશે,
હમણાં કરી મે નીક છે.

આજે નવું છે કૈંક તો,
હોઠે'ના લાલી પીંક છે.

થોડો વખત ઉભા રહો,
ઐં કોકે ખાધી છીંક છે.

"કવિ વિજયકુમાર જાદવ""બ્રહ્માસ્મિ"
ગાગાલગા ગાગાલગા
15:03:2017

No comments:

Post a Comment