કોરી ને છલકતી આંખની વાત છે
દિલમાં ધબકતી લાગણીની વાત છે
દેખાય ભલે આંખ લાલ હિંગોળ જેવી
અંતરને મહેકાવતી લાગણીની વાત છે
નયન થી નયન તો મળતાં જ હોય છે
નયન મળતાં વરસતી લાગણીની વાત છે
અષાઢી વાદળી ભીંજવે કે ના ભીંજવે
પ્રેમ થી ભીંજવતી લાગણીની વાત છે
કોમળ શરીરની "સતીષ" આ વાત નથી
કોમળતા નિતરતી લાગણીની વાત છે
- સતીષ સખીયા
No comments:
Post a Comment