== એકાંત મારું ==
મારામાં નગર અને નગરમાં હું.
ખળભળે છે નગર અને
ખળભળું છું હું સતત.
ચાલતો રસ્તો,
કામ કરતા બંગલા,
ઊડતું આકાશ ભુરુભુરું,
ચારેબાજુ જીવસૃષ્ટી,
અને હું એકલો.
મને આ ભીડમાં કોઈ નડતર નથી.
અનહદના સૂર અહી પણ સંભળાય છે.
પેલે પરથી આવતી પનિહારી
મારામાં નીર ઠાલવે છે.
ને હું
ઠંડક અનુભવું છું.
તમે મને આ ભીડના એકાંતમાંથી
દૂર ના લઇ જજો,
કેમ કે
મને ઘણું ભાવે એકાંત મારું.
જ્યાં, જેનાથી
મેં મને ઓળખ્યો છે!
ભમરાની જેમ મારી આસપાસ ગુંજીને
મને ફૂલની માફક ખીલવ્યો છે!
આ સતત વ્યસ્ત નગરમાં છું,
સળવળતા ચાલતા રસ્તા પર હોઉં છતાં
મને આ ભીડમાં કોઈ નડતર નથી.
‘મંથન’ એમાંથી પસાર થઇ જાઉં છું
ભીડના એકાંતમાંથી
કમસેકમ
હું મારી પાસે તો રહું છું.!!!
== મંથન ડીસાકર (સુરત)
No comments:
Post a Comment