વૃક્ષ દેવો ભવઃ !
વૈશાખના ધોમધખતા તાપમાં
કાળઝાળ ગરમી
રેબઝેબ થઈ ગઈ
એની ત્વચામાંથી
વહેવા લાગ્યો ઉનાળો
ને પછી
એક વૃક્ષે હળવાશથી કહ્યું,
'ઉષ્મા આવી જા મારા ખોળામાં '
હું તને શીતળતાનો સ્પર્શ કરાવું.'
શત-શત ફુવારા ફૂટયા ધરતી પર
અને કદાચ એટલે જ કહેવાયું હશે
'વૃક્ષ દેવો ભવઃ !'
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment