Sunday, 7 May 2017

ગઝલ

આવતી જાતી હવામાં તાજગી તાજી હતી,
યાદ તારી મેં હજી ત્યાં સાચવી રાખી હતી.

જોઈ મુખ તારું ધરા પણ ગીત ગાતી જાગતી,
તું છે રાણી રૂપની એ ધારણા સાચી હતી.

શ્રાવણીયા જળ સમી લાગે તું મીઠી વીરડી,
સાદગીના કારણે તું ધ્યાનમાં આવી હતી.

આંખમાં તું પ્રેમનાં ઝળહળ દિવા લઈ ફરે,
ગાલમાં તારાં નિશાની લાલ એ શાની હતી?

ચોટલો જો નાગનું લઈ રૂપ કેવો ડોલતો,                       
હિરણીની જેમ તારી ચાલ પણ વાંકી હતી.

કાજલ કાંજિયા' ફિઝા'
28/4/2017

No comments:

Post a Comment