શું વાત છે!
આવવા માટે જવાનું! શું વાત છે!
તારું ધાર્યું છે થવાનું! શું વાત છે!
આંખ મીંચુ કે ઉઘાડું તું જ તું છે!
હોવું તારું કે હવાનું! શું વાત છે!
મારી સામે દર્દના ઢગલા કરીને
નામ પણ દીધું દવાનું! શું વાત છે!
લઈને અમૃતકુંભ ઉભા છો તમે પણ
ઝેરને પણ છે પીવાનું! શું વાત છે!
અગ્નિની ચાદરને ઓઢી લઈને હરિયા
લાંબા થઈ જઇને સુવાનું! શું વાત છે!
- હરિહર શુક્લ
૨૪-૦૫-૨૦૧૭
(રિવ્યુ માટે)
No comments:
Post a Comment