એક આવરણ જીવનું .!
એક આવરણ.....
અંદર અંદર મુંજાયા કરતું,
મે જે પહેરયું પહેરણ, એ કોનું
ગયાં કર્મનુ;
એક જ મુંઝવણ..........
જેના વચ્ચે જીવીયે જીંદગી,
થાય પળભરમાં છુટી...
થાય ઉંચનીંચ સંબંધોની;
એક સમાધિ.......
ડુબકી મારી અંતરિયાળે,
જાણે આવી પહોંચી,
રણમાં મૃગજળ જાણે;
એક ઉદાસી...
ઘડિયાલે મૌન ધરી,
સમય સમયને ફેરવે ફેરા,
ફરશું ફરી લાખચોરાસી;
એક વિનંતી મોકાની....
આવે ફરી-ફરીને વીનવે,
આવ્યો હું તારે દ્રાર ફરી,
નયન થયા ફરી ભારે ભારે;
એક નવી દિશા........
કોણ બચાવે આથમતા સૂર્યને!
કોણ બચાવે સવાર પડતા
એ છુપાતા ચંદ્રને;
એક રેહમત....
કોણ ખમે રેહ આ!
કોણ મૂકી ગયું આ છરકો,
કોણ કરી ગયું આ ઘા,
એક આવરણ.....
એક વિસ્તરતી આ મનોદશા,
પલ્લુ....
No comments:
Post a Comment