Tuesday, 23 May 2017

ગઝલ

અમે શ્વાસને ક્યાંક ખર્ચીને સુતા
જુના સ્વપ્ન આજે ઉલેચીને સુતા

થયા સ્હેજ ઝાંખા તો આંખો ન લુછી
પછી એજ દ્રશ્યોને મીંચીને સુતા

નગરની સુલેહને જરા છીંક આવી
બધા ગામ સન્નાટા વહેંચીને સુતા

અણીદાર પ્રશ્નોથી ભરચક છે ભાથું 
અમે ભીષ્મને ખુદમાં ચર્ચીને સુતા

ચલો પંચતત્વો કશું કંઈ ન બાકી
શિખા લગ અમે સોડ ખેંચીને સુતા

...........ચેતન શુકલ 'ચેનમ'

No comments:

Post a Comment