Tuesday, 2 May 2017

ગઝલ

હૃદય  મીણ છે પથ્થર નથી,
ઇરાદા ક્ષીણ છે નક્કર નથી.

ન  ડર  દુશ્મનોથી  આજ તું,
બિચારો  છે એ લશ્કર નથી.

કફન    કોઇ   ઓઢાળો   મને,
મરી ગઈ છું કઇ અવસર નથી.

સમજતાં   હતાં   એ   મીઠડી,
હું   તીખાશ  છું  સક્કર  નથી.

ભલે  સમજે  જગત બે  રહમ,
ઝુકીને   નમુ  છું  અક્કડ  નથી.

કાજલ કાંજિયા 'ફિઝા'
1/5/2017

No comments:

Post a Comment