Tuesday, 2 May 2017

ગઝલ

ગુજરાતી  છું  !

હરખે   મારી  પળપળ ,હું  ગુજરાતી  છું !
કરી  છે  મેં  ચળવળ ,  હું  ગુજરાતી  છું  !

જાદુ  કર્યો છે , સમજણનો  દુનિયા પર ,
કાળજાનો કટકો,વારી જાઉં મુનિયાપર.

નથી  કરતો  બડબડ, હું  ગુજરાતી  છું !
હરખે  મારી  પળપળ ,હું  ગુજરાતી છું  !

આ  ગુર્જરી  ધરા, નર્મદનો  છું  વારસ ,
અડું  લોંખડને, બની  જાય  એ પારસ .

શબ્દોની  છે  સળવળ ,હું ગુજરાતી છું !
હરખે  મારી  પળપળ ,હું ગુજરાતી છું !

લોકમાતાનું  ધાવણ  ધાવી ઉછર્યો છું ,
સંસ્કારના  જોબન  સંગે  ,વિસ્તર્યો છું .

વહે  નર્મદા  ખળખળ,હું ગુજરાતી છું !
હરખે  મારી પળપળ, હું ગુજરાતી છું  !

ડંકો  વગાડયો , સાહસનો ને બુદ્ધિનો,
સતત   જાગૃત  છું ,  મનની શુદ્ધિનો.

વિશ્વમંચે  ઝળઝળ,  હું  ગુજરાતી છું !
હરખે મારી પળપળ,હું ગુજરાતી  છું !
                      ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

No comments:

Post a Comment