......🌞હસ્તમેળાપ🌙......
સોનેરી સાંજ ને .... અવસર રુડો
વસંત ઋતુ ની
ખિલેલિ સંધ્યા...
આથમતા રવિ નો
અદ્દભૂત નજારો
સફેદ પાનેતર મા..
સજ઼ેલ વાદળો
ને કેસરિયા રંગ ની
ચૂંદડી...
સરતાજ પહેરી ને
ઉભી પર્વતો ની
હારમાળા...
ખળ-ખળ વહેતી
નદી જાણે
લગ્ન મંડપ મા
વાગતી શરણાઇ
ઘૂઘવતા દરિયા જાણે
મૃદંગ-પખાવજ નો નાદ
વટ-વૃક્ષ મહી
બિરાજમાન પક્ષી ઓ
નો.....કલરવ
જાણે...
લગ્ન ગીતો ની જામેલી
મહેફિલ...
ગાયો ના પાછા
ફરતા ધણ ને
ગૌધુલિ વેલા નો સમય
......મંદિરો મા વાગી
રહેલા શંખનાદ ને
ઘંટારવ નો સાથ
અદ્દભૂત સર્જાયું
અલૌકિક વાતાવરણ...
દિવસ ને રાત ના
સ્નેહમિલન ની
છે.... આ ....વાત..
આ તો. છે બન્ને ના
હસ્તમેળાપ ની વાત....
......✍🏽:-મનિષા હાથી
Monday, 8 May 2017
અછાંદસ
Labels:
મનિષા હાથી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment