Monday, 8 May 2017

ગઝલ

સૂર સાથ રંગ આપજે મનેય ગીતમાં.
હૂંફ જેમ પ્રેમ આપજે મનેય શીતમાં.

શક્ય તો નથી હવે વિચારમાં જ આવવું,
તો'ય ભાગ એક આપજે મનેય ચિત્તમાં.

દૂર તો નથી હવે શરીર આપણા જ તો,
યાદ રાખ સંગ આપજે મનેય નિમિતમાં.

વાત આવશે અનેક વાર જીત-હારમાં,
શસ્ત્ર સજ્જ હાથ આપજે મનેય જીતમાં.

આશ માત્ર એક રાખ પ્રાણ સાથ આપશું,
ભેટ મિત્રની જ આપજે મનેય પ્રીતમાં.

~વિવેક ચુડાસમા "મિત્ર"

No comments:

Post a Comment