ભાવનો ભૂખ્યો અહીં હું જીવતો,
ભાવની થોડી ઝલક આપો મને
તું ન આવે તો બધે વેરાન જો,
આવવાની છે, તડપ આપો મને.
તું ન આવે તો થશે તોફાન જો,
હક વિનાનો એક શક આપો મને.
આજ મોસમનો તકાજો એટલો,
મૃણ્મયી ભીની સડક આપો મને.
ના કરે દાવો લગીરે ઈશ છું,
કાળમીંઢો એ ખડક આપો મને.
માંહ્યલો ઊઠેદ્રવી કો હો દુઃખી,
શુષ્ક દિલ ધબકે ફડક આપો મને.
નીતિથી લે જીવવા મન ઈચ્છતું,
કાં તમે દુનિયા અઠંગ આપો મને.
આ હ્રદય વિહવળ બને બાળક રડે,
હેત સમ મીઠી થડક આપો મને.
ભાવભીનું એક જગ આપો મને,
લાગણીભીની ગઝલ આપો મને.
પ્રેમમાં મારા, તમે પ્રગાઢ છો,
એ હસી, આભાસ શક આપો મને.
ના ગણો નાકામ, જાણું છું ઘણું,
આજ તો બસ એક તક આપો મને.
રોજ મારી યાદમાં પથરાય છે,
સ્વપ્ન છલકે એ પલક આપો મને.
ડો જિજ્ઞાસા
No comments:
Post a Comment