બે ખભા ને એક કર આપો મને !
બાદશાહી એક જણ આપો મને !
ચાહું સૌને એક રગ આપો મને,
ત્યાં સમજને એક હદ આપો મને !
રે અધધ ભોળું રહ્યું મારું હ્રદય,
માપસરનું એક મન આપો મને !
ઓતરાદા વાયરા શાણા રહો,
અલપેઝલપે એક ભય આપો મને !
મોરપીંછું છે નિશાની પ્રેમની,
ભાગ્યશાળી એક લત આપો મને !
Dt : 30/5/2017 નિશિ સિંહ
No comments:
Post a Comment