જીવનના વર્ષો સરે કેમ આમ ?
પાનખરે પાન ખરે જેમ તમામ ?
લાગે હલકા ફુલ જેવા જે ,
હોય તે અતિ ભારે ભરખમ.
આવે મુશ્કેલ ઘણા દિવસો ,
પણ લાગે મીઠાં ને મધુરમ .
માણે સૌ તેને , થઇને ખુશ ,
હોય પછી તેમાં લાખો ગમ .
સાથ મળી જાય જો મનગમતો ,
'જશ' રણ પણ લાગે લીલાછમ .
જશુ પટેલ
૨૬-૦૫-૨૦૧૭
બોસ્ટન , અમેરીકા
No comments:
Post a Comment