Friday, 26 May 2017

ગઝલ

નશાની હતી પળ

પ્રણયમાં મજાની હતી પળ,
પછીતો   વફાની હતી  પળ.

અમેતો   તમારા   જ  બન્યા,
અને  એ  નફાની  હતી  પળ.

શરારત   કરીને   તમે    ગ્યાં,
હ્રદયના   જુદાની  હતી પળ.

સમયને   કહી   દે   જવા  દે,
તમારા   ગયાની   હતી   પળ.

લવારી     કરીને   જશે   તો ?
થશે  તો   હતા   ની હતી પળ.

નઝરથી   મળે  તો   ગમે    છે,
પ્રણયમાં   મજાની   હતી  પળ.

મને    તો    શરાબી    કહે   છે,
અરે   એ    નશાની   હતી  પળ.

Deepak Solanki Rahish
#રહીશ

No comments:

Post a Comment