Friday, 26 May 2017

ગઝલ

"ચાલતાં રહો તો મંજીલ દૂર નથી,
ચાહતા રહો તો મંજીલ દૂર નથી..

જીતીને અભિમાની શું બની જવું,
હારતા રહો તો મંજીલ દૂર નથી..

બળ્યા કરવું ભીતરમાંહે એથી તો,
ઠારતા રહો તો મંજીલ દૂર નથી..

કડવાશ હવે કેટલીક ઠાલવવાની?
ભાવતા રહો તો મંજીલ દૂર નથી..

ચાહના માત્રથી કંઈ નથી 'જનાબ'
પામતાં રહો તો મંજીલ દૂર નથી.. "

- વિક્રમ સોલંકી 'જનાબ'

No comments:

Post a Comment