કોઈ ઓળખ કે પછી અટકળ કશું ના જોઈએ,
નામની આગળ અને પાછળ કશું ના જોઈએ. *
માણવી હો જો મજા સાચી સફરની તો પછી,
માર્ગ હો યા હો ધરા સમથળ કશું ના જોઈએ.
જે મળ્યુ છે જિંદગીમાં પૂરતુ છે જીવવા,
ભાગ્યના નામે હવે આગળ કશું ના જોઈએ.
આંખમાં જેણે સમાવી છે વસંતો એમને,
કોઈ લીલું પર્ણ કે કૂંપળ કશું ના જોઈએ.
ભીતરેથી જે ઉઠે એનું જ સાચું મૂલ્ય છે,
શબ્દ હો કે લાગણી પોકળ કશું ના જોઈએ.
- અરવિંદ પંડયા
No comments:
Post a Comment