ચાલને, કૈં પામવાને આજ સઘળુ ખોઇએ
નામની આગળ અને પાછળ કશું ના જોઇએ
મોત નામે ડર હવે સાવેય અળગો લે કર્યો
જાતમાંથી બ્હાર આવી જાત શોધી જોઇએ
તાપમાં ટીપાય ને, ટોચે હથોડા લોહને,
આગને તો બાથવા હિંમત સુધીરી જોઇએ.
હોય મન બળકટ તમારું, ઇશ પણ જોડે જ છે,
જીવવા સાચુકલું બાધક કશું ના જોઇએ.
જીવવામાં મોજ છે, ડાફોળિયા શાને ભરો?
જે મળ્યું માણો ને જીવડા, ફોગટે શું રોઇએ?
---------------હેમા ઠક્કર "મસ્ત "-------26-5-17
No comments:
Post a Comment