Sunday, 28 May 2017

ગઝલ

લાગણીએ જેમને મન જાપતું,
એજ મનની ભાવનાને બાળતું.

થઇ સખા આવી સમીપે ભાવથી,
હદ બતાવી અંતરે અટકાવતું.

કાળ કેરી સોગઠીની જાળમાં,
હારવાને આયખાને તાણતું.

સૌ સમયની તાણમાં જીવી રહ્યાં,
વાસનાઓ  ભાવનામાં ઢાળતું.

જાળવી રાખી હરખ ની ચેતના,
મોહ માયા ના ભરમ ને ભાળતું.

વાગતા માથે હથોડી જાટકા,
બે કદમની ચાલમાં  હંફાવતું.

લાખ માસૂમ જિંદગી સરખી ચલો,
મન કમીનું આયખાને પાડતું.

               માસૂમ મોડાસવી

No comments:

Post a Comment