Sunday, 28 May 2017

ગઝલ

સાંજ ની
અલૌકિક ભવ્યતા પર
ઓફિસનો થાક
લાંબો પડછાયો બની
દિવસ ઉથલાવવાનો નિરર્થક સતત પ્રયાસ કરે
એક  લાગણી
'હું' મને ખોઈ બેઠો છું
કાગળ પરની તરસ રાખીને 
ભીતરનો ખાલીપો
સાપના લીસોટા જેવા અક્ષરો
જીવંત કરે
શ્વાસો અસ્તિત્વને ઘસવાની
સમાંતર પ્રકિયા
આ વાર્તાનો અંત, શું રાત લાવશે?
સંશયથી અકળાય
વંચાય
તારાઓની અધુરી રંગોળી
શું એ સમય પરત આવશે?
ક્યારેય નહિ
છતાં
મારાથી વિખુટો પડી
નીકળું અનંત ની વાટે !?
~કુણાલ દામોદ્રા
Gazals
28.05.2015

No comments:

Post a Comment