મનની ઇચ્છાઓને મનમાં, મેં મારી છે.
જીવન નૈયા આમજ મેં પાર ઉતારી છે.
લૂંટાવ્યા લાખો નરસૈયાની હુંડીમાં,
સામે ખાતે હરિ આસ્થાની ઊધારી છે.
મીરાંએ તો ગટગટ, પી લીધો છે પ્યાલો .
સમય હવે, સાચવવાની વારી તારી છે.
હામ હવે શું? જુગટું રમતા હાર્યા રાણી,
લાજ બચાવો હરિ, બીજી આશ ઠગારી છે.
જાયજ છે, રુસણું રાધાનું, કાન્હા વ્હાલા.
છોડી બંસી આજ, બન્યો તું ચક્રધારી છે.
ખુલ્લા નયને સુંદર દીસે આ શ્રીમાળી,
બંધ પલક માં સુરમ્ય છવિ શ્રી શણગારી છે.
મીરાં જેવો, "રુહ" ને મોક્ષ મળે ગિરધારી.
આખર પ્રિત રાધા મીરાંની સહિયારી છે.
...રુહ...🌹
*બીના ગોસ્વામી*
No comments:
Post a Comment