Monday, 8 May 2017

૧૩, ગઝલ

ગઝલ ...નિકળે છે ☆*

સખી મતસ્ય કન્યા બની નિકળે છે,
અને એક દરિયો હજી ખળભળે છે.

હું વાંચું તને યાદના અજવાળામાં,
અચાનક શરમથી નયન આ ઢળે છે.

ઉની આંચ છે તારા સ્મિતની ભૈ,
હૃદય મીણની જેમ આ પીગળે છે.

તમારા નામે દિપ જલે ઉંબરા પર,
મધુર સ્મરણોથી હૃદય ઝળહળે છે.

હયાતી નથી તારી આ જિંદગીમાં,
હજારો પ્રશ્નો આંખમાં સળવળે છે.

નસીબમાં લખેલી મુસીબત ને "દિલીપ",
ગમે એટલી ટાળો પણ કયાં ટળે છે?

*★  દિલીપ ઘાસવાળા ★*

(1)
ગીત : " પ્રેમ ની હુંડી "

લ્યો અમે તો આ કરી કોરા કાગળ પર સહી ,
હવે તમે નક્કી કરો , પ્રેમ ની હુંડી સ્વીકારવી કે નહી ..

તમે કહેશો કે ખીલવું છે , તો અમે ફુલ થઈ ખીલશું ,
તમે કહેશો કે અસ્તિત્વ ભૂલવું છે ,ખુદ ઓગળી ભુલશું ...

મિરાત સોંપી આ આયખાની એમાં જોવાનું ના હોય કંઈ. .
લ્યો અમે તો કરી આ કોરા કાગળ પર સહી ...

ભલે તમે લીધાં અબોલા , લગાવી દીધા મૌન તણા તાળા ,
આંખ તમારી બોલે છે , જપો છો મારા નામની જપમાળા ...

છોડી ઘરબાર અમારા , તમારી ધરોહર  માં અમે જઈશું રહી ,
લ્યો અમે તો કરી કોરા કાગળ પર સહી.

દિલીપ વી. ઘાસવાળા

(૪) ગઝલ..ગુલાલ આપો...
એક ખોબો બસ અબીલ ગુલાલ આપો,
        રંગવા   ને  માટે  કોરો  ગાલ  આપો;

માવઠા ની બીક  રાખી પ્રેમ    થાશે?
          વાદળાઓ થી છલોછલ વહાલ આપો;

ધૂળ  જામી છે  ભિતર ના આયના માં;
         ભૂલ-કણો ને    લુંછવા  રૂમાલ  આપો;

જંગ માંડ્યો, મોત સામે જિંદગી એ;
         જીતવા  ને કોઈ સારી ચાલ આપો;

સર્વ   શ્રદ્ધાઓ  ફળો  સાથે  સબુરી,
       ઉમદા બસ એક એવો ખ્યાલ આપો;

દિપ, સુમન,ધ્યાન,આસ્થા,ધૂપ ,ધૂણી,
       સાંઈ   ની દૂકાન નો આ માલ આપો.

    દિલીપ ઘાસવાલા

(3) ગઝલ - વસેલી છે..
હજી આંખોમાં પ્યારી એ છબી એની વસેલી છે,
એ પાછી આવશે જોવા નજર રસ્તે પડેલી છે.

નથી ભુલયો હજી હું એનું ઘર એની ગલી રસ્તો.
કે એના ઘરની સામે એજ બસ જૂહી ચમેલી છે.

ફરી જોવા મળે આજે મને માસુમ ચહેરો;
કે એના ઘરની બારી આજ તો થોડી ખુલેલી છે.

અધર બિંબ લાલ એના, કાળી ઝુલફો, ગાલ પર ખંજન;
ચમનની અધખિલી કળીઓ બધી એની સહેલી છે.

કે ભીના વાળ સુકવવા ઝરોખે એનું આવવું,
ખબર નહિ જોઇને મુજને નજર એની ઝુકેલી છે .

ફકત્ત એકવાર જોઇ એને મારું દિલ નથી ભરાતું
હવે બસ પામવા એને તમન્ના ઓ વધેલી છે

દિલીપ વી ઘાસવાલા

ગઝલ 
દિલમાં હોળી મુખે દિવાળી છે,
જાત કેવી આ જુઓ મેં બાળી છે.

રાતને તારા રૂપે અજવાળી છે,
કામરૂપે કામના   પંપાળી  છે.

મુજ નજર ચૂકવી આ પાંપણ ઢાળી છે,
તુજ રક્ષા કાજે ટોળાથી ટાળી છે.

શીખવો ના તાપ બેસી છાયડે,
ઉષ્ણ રેતી સંગ સાંજો ગાળી છે

'ફુલ મારા ચૂંટજો" બોલી હતી,
ડાળ મારા માટે તે નિરાળી છે.

દિલીપ ઘાસવાલા

ગઝલ
કળીઓને બસ છેતરી  છે  વસંતે
ગજબની રમત આદરી છે વસંતે,

ધોળે દિવસે  તારાઓ  દેખાડી ને,
કોમળ જાત ને વેતરી  છે   વસંતે ,

કળી તો શરમ થી બિડાઈ   ગઈ ને,
પવન ની અગન નિતરી છે વસંતે,

વફાની   કરી  વાત   ફૂલે..ખરી ને,
શૂળો ની પથારી  કરી છે     વસંતે,

કુસુમવત અભાવે ઘડાયો  છું દિલીપ
પર્ણ   પીડાઓ   ઉભરી     છે   વસંતે
       દિલીપ ઘાસવાલા

ગઝલ
હરિવર,આ ઝળહળતો આભાસ ક્યાંથી ?
ફૂલો જેવી કોમળ   આ  કુમાશ ક્યાંથી ?

શશી ને   ખરીદી  લીધો    સ્કેવર ફીટે,
ગગન ને મળે આવો  અજવાસ ક્યાં થી?

ચણી  છે   દીવાલો,  કપાયા    સબંધો,
મળે   ઉડવા  અમને  આકાશ  ક્યાંથી?

લૂંટી    લાજ  હેવાનો   થઈ જાય બાપુ,
તરે તો  તરે  એમની    લાશ ક્યાં થી?

અહમ  નો     લઈ    ભાર શાને ફરે છે?
હવા   જેટલી   હોય   હળવાશ ક્યાંથી?

દિલીપ ઘાસવાલા

ગઝલ
કળીઓને બસ છેતરી  છે  વસંતે
ગજબની રમત આદરી છે વસંતે,

ધોળે દિવસે  તારાઓ  દેખાડી ને,
કોમળ જાત ને વેતરી  છે   વસંતે ,

કળી તો શરમ થી બિડાઈ   ગઈ ને,
પવન ની અગન નિતરી છે વસંતે,

વફાની   કરી  વાત   ફૂલે..ખરી ને,
શૂળો ની પથારી  કરી છે     વસંતે,

કુસુમવત અભાવે ઘડાયો  છું દિલીપ
પર્ણ   પીડાઓ   ઉભરી     છે   વસંતે
       દિલીપ ઘાસવાલા

ગઝલ -  शांती पूर्वक*
રોજ આવીને મળો પણ શાંતિપૂર્વક
વાત મારી સાંભળો પણ શાંતિપૂર્વક

તારું દિલ મેં ચોરી લીધું, માની લીધું
કાન મારો આમળો પણ શાંતિપૂર્વક

જાત બાળીને ભલેને રોશની દો ...
મીણ માફક પીગળો પણ શાંતિપૂર્વક

સાત ભવનો સાથે નિભાવી ન શકતા
અર્ધ રસ્તેથી વળો પણ શાંતિપૂર્વક

પ્રેમની ચર્ચા કરો ચોરે ને ચૌટે ...
કોઈ ઘટના સાંકળો પણ શાંતિપૂર્વક

ભરબપોરે કેશને ખુલ્લા ન રાખો...
કેશથી સંધ્યા ઢાળો પણ શાંતિપૂર્વક !
*દિલીપ वि ઘાસવાલા*

ગઝલ- દિલીપ ઘાસવાલા
રસ્તો🎊
ખબર કોને અહીંથી નીકળી ક્યાં જાય છે રસ્તો;
વિના વાંકે બિચારો વિશ્વમાં નિંદાય છે રસ્તો;

નિહાળી કોઈ લલના ને ગલી ના મોડ પર મિત્રો;
મને બીજો કોઈ ક્યારેય ક્યાં દેખાય છે રસ્તો?

વિચારોને વિચારોમાં વિચારી જોઈ મેં લીધું;
કે એના ઘર તરફ મારા જ ઘર નો જાય છે રસ્તો;

હવે આઘા ન જાઓ મારી આંખોમાં રહો કાયમ;
જરા પણ દૂર જાઓ તેટલો લંબાય છે રસ્તો;

અધર પર સ્મિત લઇ મારી તરફ આવો તમે જયારે;
ભૂલી સઘળું ય આંખોમાં સમાતો જાય છે રસ્તો;

જગત જુએ તમોને હું તમોને દેખતો રહું છું
તમે જ્યાં જાવ છો બસ એ તરફ ફંટાય છે રસ્તો;

કદીક વેરાન રસ્તા પર નજર તારી પડી જાયે,
ને તારી ઝુલ્ફ ની ખુશ્બુ થી બસ મહેકાય છે રસ્તો;

દિલીપ ઘાસવાલા

विश्व कविता दिवस निमिते एक ग़ज़ल ।  
ગઝલ
મને તો જિંદગી દુખ મા બહુ ઝળહળતી લાગે છે,
નિરાશાઓ બધી રસ્તા મહી ટળવળતી લાગે   છે.

નિશાના ઘોર અંધારે અને આ ભાંગતી રાતે
હજી અવનિ ઉપર આશાની શમા બળતી લાગે છે.

સુણાવ્યુ તે મને જે કાઈ  કથન ઍ નથી મારુ.
મને ઍમા બીજી કોઈ કહાણી ભળતી લાગે છે.

કલા જીવવાની જો ના આવડે તો જિંદગી આખી,
શીતળતા સુખની પણ બપોર ઍક બળબળતી લાગે છે.

તમે જે કાઈ જુઓ છો બધુ સાચુ નથી હોતુ,
ઘણી વેળા નજર ખુદ ની જ ખુદને છળતી લાગે છે.

કબર ખોદી ફરી ઍક વાર મારી જોઈ લ્યો મિત્રો,
કે ઍમા જિંદગી થોડી હજુ સળવળતી લાગે છે.

દિલીપ वी  ઘાસવાલા

ગઝલ-વલ્કલ વસંતી પહેરીને ...

ડાળ પરના ફૂલ કેવા ડોલે છે?
કે વસંતી  વાયરાને તોલે છે.

કેસરી વલ્કલ વસંતી   પહેરીને  
આ કણેકણમાં જગત  આંદોલે છે.

ખેતરોની   ક્યારીમાં   રૂપ   ઉઘડે,
સાંજ   કેસરયાળુ   કેસર ઘોલે છે.

એકડો   ઘૂંટે  પ્રણયની જ્યાં વસંત
દ્વાર આ "દિલીપ" ક્ષણ ના  ખોલે છે.

દિલીપ ઘાસવાલા (સુરત)

ગઝલ  થઈ ગયો..
ગાગાલગા ગાગાલગા ગાલગાલગા  (છંદોવિધાન)

કાંઠો નજીક આવ્યો છે કે દૂર થઈ ગયો !
માણસની માફક શું એ મજબૂર થઈ ગયો ?

મંદિરમાં છો દાતાનું સ્વાગત થતું રહે ,
મુફલિસ તરફ શાને પ્રભુ ક્રૂર થઈ ગયો ?

જાહોજલાલી જૂઠની જોઈને વળી,
અફસોસ ! સતધારી બેનૂર થઈ ગયો .

ઉઠાંતરી કરીને ઘણાજણ પ્રસિદ્ધ થાય,
...ને ગામનો નટિયો ય મશહૂર થઈ ગયો .

વ્હાલપની લીલીછમ નદી જો સુકાય છે ,
જીવનનો રસ્તો જાણે વિધુર થઈ ગયો !                                      
દિલીપ  વી ઘાસવાળા

No comments:

Post a Comment