Tuesday, 30 May 2017

ગઝલ

ઝળહળે છે ચાંદની આકાશમાં
રાતમાં છે રોશની આકાશમાં.

ચાંદ બસ સોળે કળાએ છે ખીલ્યો
પ્રકૃતિ છે થનગની આકાશમાં.

તારલા શરણાઈના સુર છેડતા
નવવધુ રજની બની આકાશમાં .

જો સુરાલય આભ આખું ભાસતું
મેહફીલો છે જામની આકાશમાં.

છે મહત્તા ચંદ્રની બસ ત્યાં લગી
જ્યાં લગી છે ચાંદની આકાશમાં.

-- અભિજિત પંડ્યા

No comments:

Post a Comment