તું પણ મને ગમે છે ,એ પણ ગમે છે,
શું શું કહું તને, શું શું મને ગમે છે.???
નથી જે ગમતું મને એજ કેમ મળે છે,
જીવન ની આ કસોટી ની રીત મને ગમે છે.
પામી શકું જો પ્રેમ તારો તો ધન્ય થાય જીવન,
ચાહત નું મારુ આ ગાંડપણ મને ગમે છે.
નિત્ય નવી સજતી આ સુંદરતા મને ગમે છે,
દિલ ની દરેક ઊર્મિ ની વ્યાકુળતા મને ગમે છે.
પૂછી શકે જો તો પૂછી લે જે ક્યારેક,
જીવન થી પણ વધારે ફક્ત તું મને ગમે છે.
રોજે રોજ સળગતી આ લાગણી મને ગમે છે,
નથી ઘણું સમજતી તું, શું આ તડપ મને ગમે છે?
મળી શકે જો, મળી જાય પ્રેમ તારો,
જિંદગી સહારે છે જેના એ આશ મને ગમે છે.
સમજ છે પ્રેમ ની કે પછી પરીક્ષા પ્રેમ ની,
પ્રેમ ની પ્રાર્થના માં પામી ગયેલુ દર્દ મને ગમે છે.
આમ જ હવે પસાર થાય જીવન 'ધર્મ' નું,
વાત તારી સાથે કરતા ખાક થવું મને ગમે છે.
લખી આ ગઝલ પ્રેરણા લઇ 'ઘાયલ' ની,
'ધર્મ' લાગણી સમજાવવા ની આ રીત મને ગમે છે.
~ધર્મેન્દ્ર સોલંકી.
13:32, 11/06/17
No comments:
Post a Comment