Thursday, 8 June 2017

ગઝલ

ગાગાલ ગાલગાલ લગાગા લગાલગા

.
રિસાઈ એ ગયા છે જો કંઈ પણ કહ્યા વગર,
આવ્યો છે પત્ર એમનો કંઈ પણ લખ્યા વગર.
.
વિતાવ છું હું જિંદગી બસ એની યાદમાં,
જે રહી શકે ના યાદ મને પણ કર્યા વગર.
.
ધિક્કાર છે જીવનમાં અગર પ્રેમના કરો,
પણ પ્રેમ ના મળે કઈ દર્દો સહ્યા વગર.
.
તેઓ ગયા છે એ પછી બસ જાણ આ થઈ,
હું રહી શકું છું એમની સાથે રહ્યા વગર.
.
કારણ વિના જ છોડી દીધો "મિત્ર" એમણે,
મુજને કર્યો છે બાદ, ને એ પણ ભુસ્યા વગર.

                   મિત્ર રાઠોડ

No comments:

Post a Comment