Friday, 2 June 2017

અછાંદસ

ગઝલ
નથી છે ની દ્વિધામાં સૌ જીવે છે
અહીં ઓછા ભવ  તર નાર જન્મે છે
ખરી દિશા ન સુજે માનવીને
ઈશુ સામે જ એટલે નમે છે
ન સાચા કે અસત્યના પુરાવા
તોય સત્યની શોધમાં વ્યર્થ સૌ ભમે છે
મુઠ્ઠીમાં પાંખડી જો સૂકી ખરે તો
પણ પ્રભાતે ફૂલો ખીલે એ ગમે છે
વહે જો આંખમાંથી આંસુઓ તો
દુઃખો સાથે સુખનો દીવો ટમટમે છે
બધા સંબંધે લાગણી સજા છે
ને લાગણીના દાવપેચ બધા રમે છે
ચહેરામાં મહોરાઓ છુપા છે ધુતારાઓ ચોમેર ધમધમે છે
ન હોય કો સૂર્યવંશી પ્રભાતો સુરજ સાથે ઘણુંય આથમે છે
                         -કિન્નરી દવે

No comments:

Post a Comment