Friday, 2 June 2017

ગઝલ

ૠણ ગત જન્મોનું તારે  વાળવાનું હોય છે!
એથી તો તારે જો, પાછું જન્મવાનું હોય છે !

ના કશીયે ચિંતા કરવાનો  છે દોસ્તો, અર્થ પણ!
જે થવાનું છે એ તો કાયમ થવાનું હોય છે !

જિંદગીનો હોય કે એ હોય રસ્તાનો પછી,
હર વળાંકે થોડું તો સંભાળવાનું હોય છે!

ના બધું તો થાય છે જો, આપણાં આ મન મુજબ!
કોઈ રીતે મનને બસ, સમજાવવાનું હોય છે!

બસ, કરીને આ પ્રણય,  બીજું શું મળવાનું અહીં?
આ હ્રદયને ખુદના બસ, તડપાવવાનું હોય છે!

કોઈને ના ચહેરા પરથી તો ખબર એની પડે,
એ રીતે આ દર્દને છુપાવવાનું હોય છે !

તોરણો ના બાંધે જો, અદ્રશ્ય રીતે આ જીવન,
જિંદગીમાં તારી કોઈ આવવાનું હોય છે !

-હેમંત મદ્રાસી

No comments:

Post a Comment