કોઈને સદવ્યવહાર બદલી જાય છે,
કોઈને અત્યાચાર બદલી જાય છે !
આ આયનો તો એનો એ હોવા છતાં ,
આગળ જતાં અણસાર બદલી જાય છે ! *
જોઉં તને જો આવતાં સામેથી ને
દિલનો તરત ધબકાર બદલી જાય છે !
કાયમ વિજય જીવનમાં ના કંઈ શીખવે ,
જીવનનો રસ્તો, હાર બદલી જાય છે !
એ હોય છે તો પારદર્શક , તે છતાં
પ્યાલાને રસની ધાર બદલી જાય છે !
- હેમંત મદ્રાસી
No comments:
Post a Comment