આંગળીથી પ્રેમને જો માપવાની વાર છે,
પણ હ્ર્દયમાં સાથિયાને પામવાની વાર છે.
મોક્ષ માટે કામ બાકી છે અમારા ઓ ખુદા,
શ્વાસ મારા એટલે તો આપવાની વાર છે.
સાવ ખોટી ફરફરે છે જે ધજા ભીતર બધે,
તો હવાની એ દિશાને જાણવાની વાર છે.
નામ ખોટા, જાપ ખોટા, છોડી માળા હાથથી,
આ હ્ર્દયમાં એ ખુદા ને રાખવાની વાર છે.
સાંભળી મારી વ્યથાને આવશે એ દોડતી,
આ કબર માથે કફનને ઢાકવાની વાર છે.
-આભાસ
No comments:
Post a Comment