પ્રથમ એ મદીરા બની ઉતરે છે.
પછી એ નશો થઇ નયનમાં ચડે છે.
કદમ સાચવીને કદમ પર જે ચાલે,
છતાં પણ પ્રણય પંથે લથડી પડે છે.
તણખલાંના જોરે તરી પણ હું કાઢું,
કયો લાગણીને સહારો ફળે છે.
દહન દેહનું આંતરિક ફક્ત કરવા,
વગર અગ્નિ મનમાં ને મનમાં બળે છે.
તું 'સર્જક'ને ના શોધ મહોબત ગલીમાં,
ગઝલના એ મયખાને જોવા મળે છે.
-સર્જક
No comments:
Post a Comment