સ્વર્ગથીયે રમ્ય એવું સ્થાન આ ગુજરાત છે!*
આ ધરા પર ભવ્ય એવું સ્થાન આ ગુજરાત છે!
ગાંધી -નરસિંહની આ ભૂમિ, દ્વારિકાધિશનું નગર
સર્વ રીતે ધન્ય એવું સ્થાન આ ગુજરાત છે
ધૈર્ય ,સાહસ ને ખુમારી રક્તમાં ગુજરાતનાં
ક્યાંય છે નહિ અન્ય એવું સ્થાન આ ગુજરાત છે
ગૂંજતો ઇતિહાસ જેનો વિશ્વ ફલકે ગર્વથી
ગાંધીનું જે સત્ય એવું સ્થાન આ ગુજરાત છે
-શબનમ
No comments:
Post a Comment