મોતની સામે લડીને જીવવું છે,
ને વળી પાછું મરીને જીવવું છે.
.
પેટમાં ને પેટમાં મારી ન નાખો,
આવનારી એ પરીને જીવવું છે.
.
કૈક ઈચ્છા બાકી છે એની હજી પણ,
પુરી કરવા બસ છબીને જીવવું છે.
.
તૂટવાથી જુકવામાં શું બુરાઈ,
એટલે બસ થરથરી ને જીવવું છે.
.
છે ખુમારી જિંદગીમાં "મિત્ર" મારા,
તોય સૌને કરગરીને જીવવું છે.
.
મિત્ર રાઠોડ
No comments:
Post a Comment