Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
કોણ જાણે કેમ એવું થાય છે હાજરી તારી સતત વર્તાય છે
છે નહીં પ્રત્યક્ષ સાથે તોય પણ એ જ હોંકારો મને સંભળાય છે
યાદ રાખ્યું, યાદ ના કરવું છતાં યાદ તો છે યાદ,આવી જાય છે
હું રહી ક્યાં હું હવે મારા મહીં તું જ ને બસ તું જ તો પડઘાય છે .
- શબનમ
No comments:
Post a Comment