Friday, 2 June 2017

ગઝલ

માણસ પાસે જ વાણી છે,
એટલે તો દુષ્ટ પ્રાણી છે.

કરી દીધો પેટનો ખાડો,
એને પૂરવાની ઘાણી છે.

જજૂમે છે પામવા એને,
લક્ષ્મી અહીંની રાણી છે.

બહુ દીધું ચોથું ન માંગુ
એ વાત સાવ પુરાણી છે.
-મુકેશ દવે

No comments:

Post a Comment