Friday, 2 June 2017

ગઝલ

સજી ધજીને સખી મળે છે,
નયન નયનમાં જરા ભળે છે.

નયન નશીલા સુરા વહાવે,
નશો બનીને હવા હળે છે.

સખી છબીલી, સખો છબીલો,
જબાન પ્રેમે થી સદા કળે છે.

રહી અધૂરી ઘણી કહાની,
લખી લખીને કલમ લળે છે.

ભલો નઝૂમી લખે લખાણો,
સખી પ્રીતે લો 'કજલ' ઢળે છે.

કશ્યપ લંગાળિયા "કજલ"

No comments:

Post a Comment