હૈયાની વાતો હૈયુ જાણે,
દિલનો આનંદ દિલવાળા માણે.
ના! રે ચિંતા કઈ મનમાં ત્યારે,
તું આવે દ્વારે તોરણ ટાણે.
તારા હાથે જો પામું ભોજન,
જીવન કઈ મીઠુ લાગે ભાણે.
મૃત્યું આવે ચાલી યમ સાથે,
ક્યાં જોવુ છે, તું આવે કાણે?
નાહક આ ચર્ચાથી શું પામે,
કાજલ આવી ખોટી નસ તાણે.
કાજલ
કિરણ પિયુષ શાહ
03/06/17
No comments:
Post a Comment