Friday, 16 June 2017

ગીત

મારે આંગણિયે

મારે  આંગણિયે  આવે  છે  કહાન રે ...
અરે હું તો ભૂલી છું તનમનનું ભાન રે ...

     વગડાવો   દુંદુભિ  આકાશે   વાદળના ...
     વગડાવો શહનાઈ  પાદરમાં સાંજુકના ...
     છેડજોને અઢિયા અક્ષરની એ તાન રે ...
     મારે આંગણિયે ...

આંગણિયે આસોપાલવના તોરણ બાંધો ...
મઘમધતા  ફૂલોના  ગજરા ને હાર બાંધો ...
દેજો  મારા  કાન્હાને  અત્તરિયા  સ્નાન રે ...
મારે આંગણિયે ...

     મોંઘી મિરાત સમો આતમ છે દેહમાં ...
     દેહ કર્યો ચારણી મેં કાન્હાની રાહમાં ...
     દઈ  દઉં   કાન્હાને  આતમનું  દાન રે ...
     મારે આંગણિયે ...

- હરિહર શુક્લ
  ૧૩-૦૬-૨૦૧૭

No comments:

Post a Comment