Wednesday, 7 June 2017

ગઝલ

તરહી રચના

રાતદિન સપનાં બળી ને થાય છે
ઝૂંપડી ઝળહળ પછી તો થાય છે

એક મુઠ્ઠી ધાન કાજે લ્હાય છે
રક્ત પણ એમા પછી રેડાય છે

રોડ પર વસવાટ એનો થાય છે
ઘર અમીરોના પછી બંધાય છે

રોડ ડામરના બધા લીસ્સા બને
જો ગરીબોના બદન ખોદાય છે

ધોમધખતા તાપમાં એ ઓગળે
ને અમીરો દેખતા એ જાય છે

ધન અગર ના હોય તો ક્યાં રંક છે?
રંક સાચા દિલ  વગય કેવાય છે

કિરણ જોગીદાસ"રોશન"

No comments:

Post a Comment