Monday, 5 June 2017

અછાંદસ

ચકલી ફરતી ચીં ચીં કરતી ,
કાબર કલબલ કરતી,
ખીસકોલી ડાળ ડાળ કુદતી ,
શીખવે પક્ષીઓ પી઼તની રીતી.

લીમડો ,પીપળો , આસોપાલવથી ,
શોભે આ લીલુડી ધરતી .
પણેઁ પણેં ખીલતી ,
જીવનની જડીબુટ્ટી
પોષણ આપતી વનસ્પતિ.

ખળખળ વહેતુ ઝરણું ,
ધીરી વહેતી નદી ,
ધુધવતો સાગર ,
વાદળ ને ઝાકળ,
વિવિધ રુપ , વિવિધ સ્વરૂપ
ઋતુચક્ર કે જળચક્રથી,
ચાલતી સમયની ગતિ.
કેવી અજબ છે આ પ઼કૃતિ..
રક્ષા જોષી.'દિપ'
5/6/17
વિશ્વ પયૉવરણ દિવસ..

No comments:

Post a Comment