Monday, 5 June 2017

અછાંદસ

વિશ્વ પર્યાવરણ દિવસની શુભ કામના સહ

##વૃક્ષ##

મારી આંખોમાં ઘૂસ્યા
રેતી સિમેન્ટ .
ઉભરાયો રેતદરિયો,
તણાતી તણાતી
લાગણીઓની લીલ
તપેલી બાલુની ઝાળમાં,
ભપકા સાથે બળતી,
સોયના નાકામાંથી
પસાર થતા દોરા જેમ વળ ખાતી,
ધૂળની સરિતા અનિલ સાથે
ઘસડાતી હડસેલાતી
મારા તરફ આવે,
ચારે તરફ
બેસુદ પડેલા
મારા અંગો પર
હડકાયા કૂતરાના બચકા
જેવા કુહાડીના કુંઠરા ઘા,
મારામાં જો રક્ત હોત તો
લાલચોડ ચાદરે ઢંકાતી
ધરતી.
મને બુઠ્ઠું જોઈ હસતી
દિશાઓ પણ પસ્તાસે
રેતની આંધી બધું
ભરખી જાશે!

-સંદીપ ભાટીયા"કવિ"

No comments:

Post a Comment