ખેલી હોળી હરખાવું છે,
સાજન હાથે સ્પર્શાવું છે.
આખેઆખો રંગી લીધો,
તો પણ કહુ છું શરમાવું છે.
હું તો તારી રાધા, કાના,
સંગે પ્રેમે ભીંજાવું છે.
હું તારી, પિચકારી તારી,
તારા રંગે રંગાવું છે.
આંખ ખુલે ને દર્શન પામું,
ત્યાં લગ દુર મારે જાવું છે.
રાખી લે ને પડછાયામાં,
તારા માં મારે દેખાવું છે.
આવી ઈચ્છા કોને નાં હોય?
રાધા નામે પડધાવું છે.
...પ્રશાંત સોમાણી
No comments:
Post a Comment