Friday, 14 July 2017

અછાંદસ

એક દીવો છાતી કાઢીને
છડેચોક ઝળહળે,
તો એ અંધારાના
સઘળા અહંકારને દળે.
હરેક ચીજને એ આપે સૌ સૌનું
મૂળ સ્વરુપ
આવું મોટું દાન કરે
તો પણ એ રહેતો ચૂપ
પોતાને ના કૈ જ અપેક્ષા
અન્ય કાજ બસ બળે!
અંધકાર સામે લડવાની વિધ્યા ક્યાંથી મળી?
કિયા ગુરુની ક્રુપા થકી
આ રીત તપસ્યા ફળી ?
હે દીવા, એ શાશ્વત પળ,
તું પ્રકટે છે જે પળે......

-- રમેશ પારેખ

No comments:

Post a Comment