હાથે લઇ કોદાળી બેઠા
ઉખાડી હરિયાળી બેઠા
જીવનની જે જીવાદોરી
લીલપ સઘળી બાળી બેઠા
બેઠા છે જેની માથે એ
કરવત લઇ એ ડાળી બેઠા
કોઈને પરવાં કોઈને ક્યાં?
સૌ ખુદનું સંભાળી બેઠા
રંગોના એવા શોખીન
હવા રંગી કાળી બેઠા
ખુદને બાળી ખુદના હાથે
ઘરને એ અજવાળી બેઠા
ક્યાં જઇને કોને કેવુ કે
મૃત્યુને દઇ તાળી બેઠા
કિરણ જોગીદાસ "રોશન"
No comments:
Post a Comment