Friday, 14 July 2017

ગઝલ

દુનિયાદારી    પાળી   બેઠાં,
લાલચને    પંપાળી    બેઠાં,

જાવું  રાહે  ઇશ મળે જ્યાં,
ખુદને આ ક્યાં વાળી બેઠાં!

સંત સમી છે જાત અમારી,
આ   સંસારે   ઢાળી  બેઠાં,

ડૂબ્યાં   એવી   ઝાકમઝોળે,
માનવતાને    બાળી    બેઠાં,

દ્રષ્ટિ   બદલી સૃષ્ટિ  બદલી,
દ્રષ્ટિકોણ  જ  ચાળી  બેઠાં,

રસ્તે  મળતાં  પથ્થર માફક,
જગ્યાથી    કંટાળી    બેઠાં,

ભટકાં   રખડાં   પસ્તાવાથી,
જાત છતાં   સંભાળી  બેઠાં.

*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*

No comments:

Post a Comment