Friday, 14 July 2017

ગઝલ

પીડાઓ સૌ પાળી બેઠા,
ને કાયા ઓગાળી બેઠા!

અણસમજે પોતાની જીવણ,
ઈચ્છાનાં ધણ વાળી બેઠા!

લીલી સુક્કી તો જીવન છે!
એમાં શું મન બાળી બેઠા?

શાતા મનની ક્યાં શોધો છો?
સદકર્મોને  ટાળી  બેઠા!

જાગો, જીવન મોંઘી મૂડી,
પોતાનાં ઘર બાળી બેઠાં!

-----------હેમા ઠક્કર "મસ્ત "      4-7-17

No comments:

Post a Comment